Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

નડિયાદ : રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત

નડિયાદ : રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં મિશન રોડ પરના રેલવે ઓવરબ્રિજ ઉપર રીક્ષા અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને બ્રીજ પર ગાડીઓનો ભારે જમાવડો સર્જાયો હતો, જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

નડિયાદના ડભાણ રોડ પરનો મિશન ઓવરબ્રિજ પર શુક્રવારે બપોરે રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાના આગળની સાઈડનો કાચ પણ તૂટી ગયો અને બંને વાહનોને નુક્સાન થયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નિપજ્યું હતુ.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.