આ બેઠક જિલ્લાના પ્રભારી શ્રી મેહુલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી તેમજ નર્મદા જિલ્લાના સદસ્યતા અભિયાનના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ રોહિત નર્મદા જિલ્લા મહામંત્રી નીલકુમાર રાવ પણ ખાસ હાજર રહ્યા.
બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમેશભાઈ વસાવા, પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપ પ્રમુખ શ્રી શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવા, ડેડીયાપાડા મંડળ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ વસાવા, ડેડીયાપાડા મંડળ મહામંત્રી શ્રી મનસુખભાઈ વસાવા અને સભ્ય શ્રીઓ, સદસ્યતા અભિયાનની ટીમ તેમજ કાર્યકર્તા શ્રીઓ હાજર રહ્યા હતા.