EPS 95 પેન્શન યોજનાની માંગ છેલ્લા સાત વર્ષોથી ચાલી રહી છે , તેમ છતાંય સરકાર વૃધો ને લોલીપોપ આપે છે , લોકસભા ચૂંટણી સમયે દિલ્લીમાં સિનિયર સિટીઝન દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા અને ત્યારે ખાતરી અપાઈ હતી કે EPS 95 પેન્શન લાગુ પાડવામાં આવશે જે અંતર્ગત માંગણી મુજબ ૭૫૦૦ /- પેન્શન મળવાપાત્ર થશે .
EPS 95 પેન્શન યોજના સમિતિ દ્વારા ભાવનગર જિલ્લાની મિટિંગ બાબા સાહેબ આંબેડકર હોલ પાનવાડી ખાતે રાખવામાં આવી હતી જેમાં EPS 95 પેન્શન યોજના અધ્યક્ષ કમાંડર અશોક રાવતનો વિડિયો બતાવી દરેક પેન્શનરો ને અવગત કરવામાં આવ્યા હતા કે સરકાર સામેની લડત ક્યાં સુધી પોહચી છે .
વારંવાર રજૂઆત, ધરણાં કર્યા પછી પણ સરકાર સિનિયર સિટીઝન ને EPS 95 પેન્શનનો લાભ નથી આપી રહી .
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)