સ્થાનિક ધારાસભ્યના ઘરની નજીક જ ગૌમાતા ની હત્યાઓ થઈ રહી છે પરંતુ તંત્ર તેમ આંખ આડા કાન કરી રહ્યું છે?
સુરત જિલ્લામાં ગૌમાતા ની હત્યા કરવી એ રમત બરાબર હોય તેવું દેખાઈ રહ્યું છે
આજરોજ ગૌરક્ષકોની બાતમી મળતાની સાથે જ મહુવા તાલુકાના આમચક ગામે ગૌમાતાની હત્યા કરવાના ઇરાદે ગૌવંશ હાજર મળેલ છે જેથી ગૌરક્ષકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને મહુવા પોલીસ આવતાની ને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આમચક ગામ ખાતે હત્યા કરવાના ઇરાદે લાવેલા ગૌ વંશ જેમાં એક ગાય અને બે ગૌ વંશ નો (વાછડા) સમાવેશ થાય છે જેથી પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરી ગૌવંશને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ છે વધુ તપાસ મહુવા પોલીસ કરી રહી છે
ગૌરક્ષકો ની ટીમ દ્વારા 3 ગૌ વંશ ને બચાવવા માં આવ્યા જેમાં સાજણભાઈ ભરવાડ ગભરૂભાઈ ભરવાડ જગદીશભાઈ ભરવાડ બારડોલી જીવણસિંહ રાજપુત ગોવિંદ ભરવાડ વિજય ભરવાડ ડીમ્પલ વર્મા અને મહુવા પોલીસ મથક ની ટીમ દ્વારા ગૌવંશને બચાવવામાં આવેલ છે.