Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

“સ્વયંમ સિધ્ધા” પ્રોજેક્ટ હેઠળ ધ બ્યુટી બઝ પાર્લરનુ ઉદઘાટન કરતા ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા

“સ્વયંમ સિધ્ધા” પ્રોજેક્ટ હેઠળ ધ બ્યુટી બઝ પાર્લરનુ ઉદઘાટન કરતા ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા

ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ ખેડા જિલ્લા ખાતે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકાળેલ સ્ત્રીઓ ગુનાહિત પ્રવૃતિઓ છોડે અને સ્વયંમ સારા રસ્તે આર્થિક રીતે સ્વાવલંબી બની પોતાનુ જીવન ધોરણ ઉંચું લાવે તેવી આત્મીયતા ભરી વિચારણ સરણીને આકાર આપવા સારૂ – સ્વયંમ સિધ્ધા ” નામે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ મહેમદાવાદ ખાતે શરૂ કરેલ. જેમાં આજ દિન સુધી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકાળેલ કુલ ૧૦૫ બહેનોને સિવણની કામગીરી, બ્યુટી વેલનેસની કામગીરી, અગરબતી તથા સાબુ બનાવવાની કામગીરી, એજ્યુકેશન કલાસની છ એકટીવીટીઓ કરાવી તેઓ તમામને તાલીમની સાથે સાથે ત્રણ મહિનાનુ સ્ટ્રાઈપેન્ડ મળે તેવી અગ્રણી દાતાઓની મદદ મેળવી સ્ટ્રાઈપેન્ડ આપવામાં આવે છે.

વધુમાં તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ સ્વયંમ સિધ્ધા પ્રોજેક્ટ અંતરગત મહેમદાવાદ ખાત્રજ ચોકડી નજીક ધ બ્યુટી બઝપાર્લરનુ ઉદઘાટન કરી આ પ્રોજેક્ટને વધુ વિસ્તારેલ છે અને તેઓ દ્રારા આ પ્રોજેક્ટ હેઠળ તાલીમ બધ્ધ થયેલ મહિલાઓને જોબ કાર્ડનુ, તાલીમનુ સર્ટીફિકેટનુ વિતરણ કરવામાં આવ્યુ. તેમજ તમામ બહેનોને આયુષ્માન કાર્ડ, શ્રમકાર્ડ તથા વિધવા સહાય જેવી કેટલીય સરકારી યોજનાઓથી માહિતગાર કરી તેઓ યોજનાઓનો લાભ મેળવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યાં અને શૈક્ષણીક ક્ષેત્રે સારૂ પરીણામ લાવેલ બાળકોને ગીફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં તેમજ અગામી દિવાળી તહેવાર અનુસંધાને તમામ બહેનોને દિવાળી ગીફટ તરીકે નવીન કપડા ભેટ સ્વરૂપે આપી ચા નાસ્તાનો કરાવી ૪૦ બહેનોની સિવણ માટેની નવીન બેચ શરૂ કરવામાં આવી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.