રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી પાટણ જિલ્લામાં ઘણાબધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે. પ્રાકૃતિક ખેતીની મુહિમ પાટણ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. તાજેતરમાં પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાસા ગામના ખેડૂત અંકિત રતિલાલ પટેલ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પરિવર્તન કૃષિ ફાર્મની આસપાસના ખેડૂતો મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી વિશે સમજ કેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા અંકિત રતિલાલ પટેલે જણાવ્યું હતું કે, મારા ફાર્મનું નામ પરિવર્તન પાકૃતિક કૃષિ ફાર્મ છે. હું મારા ફ્રામમાં મગફળી, કપાસ,આંબા, ડ્રેગન ફ્રૂટ, સફરજ, લીંબુ, મોસંબી, કાળા જામફળ, સીતાફળ વગેરે બાગાયતી પાકોનું વાવેતર કરેલ છે. હું ઘણા સમયથી ખેતીના વ્યવસાયમાં જોડાયેલો છું.
આમ, જિલ્લાના ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અને રાજ્યપાલના માર્ગદર્શનમાં દેશમાં પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશમાં દેશ આગળ વધી રહ્યો છે. દેશ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ ભારત તરફ કદમ તરફ છે.