કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં વર્લ્ડ બેંક અને આંતરરાષ્ટ્રીય વાર્ષિક બેઠક 2024 દરમિયાન સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત બ્રેટન વુડ્સ ઇન્સ્ટિટ્યુશન્સ 80: પ્રાયોરિટીઝ ફોર ધ નેક્સ્ટ ડિકેડ’ પર ચર્ચા કરવામાં આવી હતી.
પેનલ ચર્ચા દરમિયાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે, કારણ કે દર છમાંથી એક વ્યક્તિ ભારતીય છે અને વિશ્વ ભારતની અર્થવ્યવસ્થાને અવગણી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, કોઈપણ દેશ, ભલે તે અમેરિકા જે દૂર હોય કે ચીન જે ખૂબ નજીક હોય, ભારતને અવગણી શકે નહીં.
Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman participates in a discussion on the 'Bretton Woods Institutions at 80: Priorities for the Next Decade', organised by the Center for Global Development @CGDev on the sidelines of the World Bank and IMF… pic.twitter.com/AuaOeSVOw0
— Ministry of Finance (@FinMinIndia) October 23, 2024
અમારી પાસે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, પરંતુ અમારી પ્રાથમિકતા પોતાનું પ્રભુત્વ થોપવાની નથી. પરંતુ તેનો પ્રભાવ વધારવાની છે. આ ફક્ત એટલા માટે છે કારણ કે આજે વિશ્વમાં દર છમાંથી એક વ્યક્તિ ભારતીય છે અને તમે ભારતની અર્થવ્યવસ્થા અને તે જે રીતે વિકાસ કરી રહી છે તેને અવગણી શકતા નથી.
બહુપક્ષીય સંસ્થાઓ પ્રત્યે ભારતનું સમર્થન વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, મને લાગે છે કે અમે રણનીતિ અને શાંતિપૂર્ણ બહુપક્ષવાદની નીતિઓનું પાલન કર્યું છે. તમે જે બહુપક્ષવાદ વિશે વાત કરવા માંગો છો. ભારત હંમેશા બહુપક્ષય સંસ્થાઓના પક્ષમાં રહ્યું છે. અમે કોઈ બહુપક્ષય સંસ્થાને નબળી પાડવા માંગતા ન હતા. પરંતુ ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છીએ કે બહુપક્ષીય સંસ્થાઓ પરની આશાઓ અને અપેક્ષાઓ ઓછી થઈ રહી છે કારણ કે અમને લાગે છે કે તેમની પાસેથી કોઈ ઉકેલ આવી રહ્યો નથી.