Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ

લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ

ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા અહીંના ઘઉં સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની અભ્યાસ સંશોધન પ્રક્રિયા દરમિયાન લોક ૧ બાદ લોક ૭૯ ઘઉંની જાત રાષ્ટ્રીય કક્ષાએ પરીક્ષણ વડે સફળ થતાં આ ઘઉં મોરારિબાપુને અર્પણ થયાં હતાં.

મોરારિબાપુએ કથા દરમિયાન ભૂમિ મહાત્મ્ય પ્રસંગ સાથે નાનાદાદા ભટ્ટથી લઈ આજે અરુણભાઈ દવે અને સાથીઓનાં નેતૃત્વ વડે લોકભારતી દ્વારા થયેલ આ સંશોધન તેમજ કાયમી કેળવણીની પ્રક્રિયાની પ્રશંસા કરી.

લોકભારતી સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ કાકીડી ગામે ચાલતી રામકથામાં વ્યાસપીઠ પર વંદનાભાવ અને રાજીપા સાથે આ ઘઉં લોક ૭૯ ભેટ ધર્યા હતાં.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.