ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેનાએ આતંકીઓનો સામનો કર્યો હતો. કુપવાડાના લોલાબમાં એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. સેનાએ બાંદીપોરામાં એક આતંકીને પણ ઠાર કર્યો હતો.
જ્યારે સુરક્ષા દળો છુપાયેલા આતંકવાદીઓની નજીક પહોંચ્યા તો તેઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરુ કર્યું હતું. સમાચાર છે કે અહીં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા છે અને સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને જોડાણની ખાતરી કરવામાં આવી રહી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
Kashmir Zone Police tweets, "Two terrorists have been neutralised in Sopore encounter. Identification & affiliation is being ascertained. Incriminating materials, arms & ammunition recovered. Further details shall follow." pic.twitter.com/vCrRdhhgVB
— ANI (@ANI) November 8, 2024
બે આતંકવાદીને ઠાર કર્યા
આતંકવાદીઓના અનેક હુમલા બાદ સુરક્ષા દળોએ તાજેતરના સમયમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન વધાર્યું છે. તાજેતરમાં જ 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક કુપવાડા જિલ્લાના લોલાબ વિસ્તારમાં અને બીજો બાંદીપોરા જિલ્લાના કેતસુન જંગલોમાં અને હવે સોપોરમાં પણ સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
લાંબા સમયથી મુઠભેડ શરુ
20 ઓક્ટોબરના આતંકવાદીઓએ ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કંપનીના લેબર કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. 24 ઓક્ટોબરે બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના બોટાપથરી વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના ત્રણ જવાન અને બે નાગરિક કુલીઓ માર્યા ગયા હતા.
મનોજ સિન્હાનું નિવેદન
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, આ બે આતંકવાદી હુમલામાં સામેલ લોકોને ભારે કિંમત ચૂકવવી પડશે. નાગરિકોના લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે.
ચૂંટણીમાં ભારે બહુમતી મળી
સોપોર વિસ્તાર ભૂતકાળમાં અલગતાવાદીઓનો ગઢ રહ્યો છે અને 1990 પછી ઘણા વર્ષો સુધી વિવિધ સંગઠનોના આતંકવાદીઓ ત્યાં સક્રિય હતા. જ્યારે અહીંના સુરક્ષા દળોએ આતંકવાદ સામે તેમની અવિરત કાર્યવાહી ચાલુ રાખી હતી, ત્યારે તાજેતરમાં યોજાયેલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોપોરમાં પણ ભારે મતદાન જોવા મળ્યું હતું.