ખેડા જિલ્લા પંચાયત, નડીયાદ ખાતે કલેકટર, જિલ્લા પંચાયત વહીવટદાર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વરદ હસ્તે તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ આંકડાશાખા, ખેડા જિલ્લા પંચાયત દ્વારા સને ૨૦૨૩-૨૪ નાં તૈયાર કરવામાં આવેલ કુલ ત્રણ પુસ્તકો ખેડા જિલ્લા પંચાયત, વાર્ષિક વહીવટી અહેવાલ, જિલ્લાની સામાજિક-આર્થિક સમીક્ષા અને જિલ્લાની આંકડાકીય રૂપરેખાનું વિમોયન કરવામાં આવ્યું.
વાર્ષિક વહીવટી અહેવાલમાં જિલ્લા પંચાયતની વિવિધ ૧૮ શાખાઓ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવેલ યોજનાકીય તેમજ વિશિષ્ટ કામગીરી, મહેકમની વિગત, યોજનાકીય લક્ષ્યાંક-સિદ્ધિ, હિસાબી આવક-ખર્ચ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે જિલ્લાની સામાજિક-આર્થિક સમીક્ષામાં શિક્ષણ, બેન્કિંગ, ખેતીવાડી, જાહેર વિતરણ વ્યવસ્થા, આરોગ્ય, પશુપાલન, રોજગાર, ખાણ-ખનીજ, પાણી પુરવઠા, રમતગમત જેવા વિવધ ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે અને જિલ્લાની આંકડાકીય રૂપરેખામાં રેલ્વે, વાહનવ્યવહાર, વસ્તી ગણતરી, ન્યાયતંત્ર, ઉદ્યોગ, મત્સ્ય, આબોહવા, વનસંરક્ષક, ગૃહ વિભાગની આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે છે.