ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ ના રાજ્યમંત્રી અને ભાવનગર/બોટાદ ના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાનું અગરતલા ના એરપોર્ટ પર ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત સાથે ત્રિપુરા પ્રવાસ શરૂ કર્યો હતો
ત્રિપુરા પ્રવાસ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ ધલાઈ જીલ્લાના અંબાસા ગામની શાળા માં મુલાકાત કરી છાત્રો અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો…
ધલાઈ જીલ્લા હોસ્પિટલ નું સરપ્રાઇઝ ચેકીંગ કરી સ્વાસ્થ્ય સેવાઓ ચકાસી અને ત્રિપુરા ગ્રામીણ આજીવિકા મિશન (TRLM) ના અંબાસા સ્થિત CLF કાર્યાલયમાં SHG સાથે વાતચીત કરી…
ધલાઈ જીલ્લાની મુખ્ય કચેરી ખાતે પ્રશાસન ના અધિકારીઓ સાથે બેઠક કરી જીલ્લાના વિકાસકાર્યો અંગે ચર્ચા કરી હતી…
કેન્દ્રીય મંત્રીનો આ ત્રિપુરા પ્રવાસ સશક્તિકરણ અને ભારત સરકારના સંકલ્પોને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.