મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિવબાબા તથા જગતજનની જગદંબાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિરના નિર્માણની પ્રેરણા સાંકેતવાસી 1008 પૂજ્ય રામકુમારદાસજી થકી પ્રાપ્ત થઇ હતી.જે નિમિત્તે આજે બુધવારના રોજ રાષ્ટ્રીય સંત શ્રી ચિન્મયાનંદ સ્વામીના સાંનિધ્ય અને આશીર્વાદથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. વિજય મુર્હતમાં યાત્રાનો પ્રારંભ ચઢતા સુરજદાદાની સાક્ષીમાં કરાયો હતો.આ યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરીને નિજ મંદિરે બપોરે સવા બે વાગે પરત ફરી હતી.. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે મંદિર સેવા સમિતિના અગ્રણી તથા સંત બાપુ સીતારામજી,મુખ્ય ટ્રસ્ટીઓ જીતુભાઈ.જે. શાહ,ભરતભાઈ કા.પટેલ, અનિલભાઈ કા.પટેલ, રમેશભાઈ ખલાસી, જે.કે.શાહ, દિપલભાઇ શાહ, વિશાલભાઇ શાહ,કૌશિકભાઇ મેઘા,જીતુભાઈ પટેલ,વિપુલભાઇ ઠકકર,સહિતના સૌ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યોતિસ્વરૂપ શિવ બાબા તથા જગદંબા માતાની દિવ્ય મૂર્તિઓની હવે વેદાંત પંડિતોના દિવ્ય મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દાનવીરોએ પણ મન મુકીને નાણાં કોથળીઓ ખુલ્લી મુકી દીધી છે.આ શોભાયાત્રામાં મહેમદાવાદના સૌ ધર્મપ્રેમી ભાઇ બહેનો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમટી પડ્યા હતા.સમગ્ર શહેર આજે ભકિતના રંગમાં રસતરબોળ બની ગયું હોય તેમ ભાસતું હતું તેમ શહેરના અગ્રણી મહેશભાઈ મહેતા દ્રારા જણાવાયું છે.