“સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ” અભિયાન અંતર્ગત સંતરામ દેરી રોડ ખાતે સફાઈ કરવામાં આવી અને હતી અને સંતરામ દેરી ગેટ પાસે જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા કુરિયર ડિલિવરી કરતા ઇન્સ્ટા કાર્ટની ઓફિસને રૂ. 5000 નો દંડ ફટકારી નગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંતરામ દેરીના મહંત પુ.સત્યદાસજી મહારાજ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ, સ્થાનિક અગ્રણીઓ, નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.