ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના કારણે અનેક દર્દીઓ હેરાન થાય છે.
જાગૃત નાગરીકો નું માનવું છે કે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખાનગી હોસ્પિટલો માં ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દીઓને મફત અને સારી સારવાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં હોસ્પિટલો માં સ્ટાફ નર્સ તરીકે બીએસસી નર્સિંગ અને જી.એન.એમ. કરેલું વ્યક્તિ જ રાખવો પડે. હોસ્પિટલો જો યોગ્ય લાયકાત વાળા વ્યક્તિઓ ને રાખે તો તેમને દર મહીને 20,000/- થી 25,000/- રૂપિયા પગાર આપવો પડે જે નાં આપવા પડે તે માટે હોસ્પિટલો ફક્ત 10 અને 12 ભણેલા યુવક અને યુવતીઓને સસ્તા પગારે નોકરી પર રાખી દર્દીઓનું અહિત કરી રહ્યા છે. થરાદ તાલુકા ના તાલુકા હેલ્થ ઓફીસર તેમજ બનાસકાંઠા જીલ્લા ના ડીસ્ટ્રિક્ટ હેલ્થ ઓફીસર તપાસ કરે તો અનેક રહસ્યો બહાર આવશે.
હોસ્પિટલ ના હોશિયાર ડોકટરો, સરકાર શ્રી ની કોઈપણ યોજના લેવાની હોય ત્યારે ટેમ્પરરી કોઈ બીએસસી નર્સિંગ કે જી.એન.એમ વ્યક્તિ નું સર્ટી રજુ કરી યોજના મેળવી લેતા હોય છે અથવા રૂપિયા અને રાજકીય વગ ના કારણે એન કેન પ્રકારે યોજના મેળવવામાં સફળ રહે છે પરંતુ ગરીબ અને લાચાર દર્દીઓનું શું ?
થરાદ ની હોસ્પિટલો માં સરકાર ના નિયમ વિરુધ્ધ સ્ટાફ નર્સ ની ભરતી કરેલ છે અને બીએસસી નર્સિંગ કે જી .એન.એમ કરેલા નર્સિંગ સ્ટાફ ના સર્ટી અનેક હોસ્પિટલો માં ચલાવી આયોજનબદ્ધ કોભાંડ ચાલી રહ્યું છે આરોગ્ય વિભાગ ના અધિકારી યોગ્ય તપાસ કરી આવી હોસ્પિટલો કડક કાર્યવાહી કરે તોજ સામાન્ય પ્રજાજનો ની જીંદગી સાથે ચાલતા ચેડા પર અંકુશ મેળવી શકાય.
સૌથી ગંભીર બાબત એ છે કે થરાદ ની ખાનગી હોસ્પિટલો માં બિન લાયકાત વાળા સ્ટાફ નર્સ રાખવામાં આવે છે અને તે પણ માત્ર ને માત્ર પોતાના આર્થિક લાભ માટે. જાગૃત નાગરીકો નું માનવું છે કે હોસ્પિટલો માં સરકાર ની કોઈ પણ યોજના ના ધરાવતા હોય તો પણ સ્ટાફ નર્સ તરીકે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિ રાખવા જોઈએ પરંતુ થરાદ ની હોસ્પિટલો માં ઓછું ભણેલા હોય તો પણ ડોકટરો તેમના કાકા-મામા ના કે સાળા-સાળી ના છોકરાઓને નોકરી પર રાખે છે.
ભારત માં અયોગ્ય નર્સિંગ સ્ટાફ ની ખોટી સારવાર ના કારણે અનેક લોકો ના મોત થતા હોય છે. વર્તમાન સરકાર યોગ્ય પગલા નહિ લે તો ભવિષ્ય માં અનેક લોકો ના જીવ જઈ શકે એમ છે.
બોક્સ : જે હોસ્પિટલો માં યોગ્ય લાયકાત વાળો નર્સિંગ સ્ટાફ છે તે પણ તેમનું સર્ટી અનેક હોસ્પિટલો માં ચલાવી રહ્યા છે.
બોક્ષ : ભાડાના સર્ટી રાજ ચાલતું હોવાની ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છે થરાદની કેટલીક હોસ્પિટલમાં આયુષમાન યોજના ચાલુ કરવા માટે જે સર્ટી રજૂ કરવામાં આવે છે તે વાસ્તવિક ત્યાં નોકરી કરતા નથી હોતા અને ફક્ત સર્ટી આપ્યા હોય છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ શકે છે.