ભારત સરકારની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મુલ્યાંકન શિબિરનું ભાવનગરમાં આયોજન થશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાએ ADIP યોજનાની જાણકારી આપતા કહ્યું આગામી તારીખ ૫ થી ૧૮ સુધી ભાવનગર જિલ્લામાં મુલ્યાંકન શિબિરનું આયોજન કીરવામાં આવશે . આ ADIP યોજના હેઠળ ૪૦% અથવા તેથી વધુની દિવ્યંગતા ધરાવતા લોકોને લાભને પાત્ર બનશે અને મૂલ્યાંકન કર્યા બાદ જરૂિયાતમંદોને લાભ આપશે . ADIP યોજનામાં ઈલેક્ટ્રીક ટ્રાયસિકલ સહિત ૧૭ જેટલી દિવ્યાંગજનો ને કામ લાગે તેવા સાધનો આપવામાં આવશે .
ભાવનગર શહેર માં તારીખ ૫-૬ ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મૂલ્યાંકન કેમ્પ યોજાશે જ્યારે ભાવનગરના દરેક તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૂલ્યાંકન કેમ્પ યોજાશે.