ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને NDA શાસિત રાજ્યોના અન્ય મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોએ તેમની હાજરી નોંધાવી હતી.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Azad Maidan in Mumbai to attend the swearing-in ceremony of Maharashtra government
(Source: DD News) pic.twitter.com/FltCL8llht
— ANI (@ANI) December 5, 2024
એકનાથ શિંદે એ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.
#WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw
— ANI (@ANI) December 5, 2024