ક્ષત્રિય બ્રાહ્મણ વણિક સહિત દલિતોને હોંશિયામાં ધકેલવાની વર્તમાન સંગઠનની પ્રક્રિયાથી સૌ કાર્યકરોમાં વર્તમાન સંગઠન પ્રત્યે ભારે નારાજગી
એક વ્યક્તિ એક હોદ્દાની ગરિમાને પણ ઘોળીને પી જતા સંગઠનના પદાધિકારી
ખેડા જિલ્લા ભાજપના ચાર ચાર ચોકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને માટે મોટું નુકસાન કરાવે તેવા એંધાણ
કેસરીસિંહ સોલંકીને ચોમેરથી કટ આઉટ કરવાની સંગઠન અને સંસ્થાઓની મેલીમુરાદના કડવાં ફળ ભાજપને ચાખવાં પડ્યાં
પોતાની મનફાવતી એક જ્ઞાતિની ધરી રચવાની ટેવના ભાજપને માટે નુકસાનકારક
નડિયાદ સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પક્ષની સંગઠન પાંખ દ્વારા ભારે મનમાની કરીને વડીલોની અવગણના કરવાની સાથેસાથે જેઓને સંગઠનનો ‘સ’ અને પત્રકારનો ‘પ’ ના આવડતા હોય તેવાને સંગઠનના ઊંચા હોદ્દાઓ પર બેસાડીને ભારતીય જનતા પક્ષને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.હાલમાં ખેડા જિલ્લા ભાજપમાં ‘ચાર ચાર’ ચોકાવાળી સંગઠનની અને ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓની ધરી રચાયેલી છે.જે આગામી ખેડા જિલ્લા પંચાયતની કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની તથા પાંચ નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ માટે ભારે નુકસાન કરનાર બની રહેનાર છે ત્યારે વર્તમાન સંગઠનમાં આમૂલ પરિવર્તન જો લાવવામાં નહીં આવે તો, ભારતીય જનતા પક્ષને મોટું નુકસાન પહોંચશે તે નિર્વિવાદ હકીકત છે.
તાજેતરમાં માતર એપીએમસીની ચૂંટણીનું પરિણામ જોયું..! તો તેમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ચોમેરથી કાપવામાં આવી રહ્યા હતા. જેના પરિણામે તેઓએ કોંગ્રેસના ઉમેદવારને મત આપતાં, ભાજપનું ભારે નીચાજોણું થયું હતું અને કોંગ્રેસના ઉમેદવાર ખૂબ જ સરળતાથી વિજય બન્યા હતા. આ પ્રવૃત્તિ કેસરીસિંહ સોલંકીને કાપવા માટે રમાઇ હતી.જેના પરિણામ ભાજપને ભોગવવા પડ્યાં, સંગઠનનું આ ખૂબ જ નબળું પાસું છે. પોતાના જ માણસોને ઊંચા હોદ્દા આપવાની આ પ્રવૃત્તિના પરિણામે મહુધાના ખૂબ જ સક્ષમ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા,નિષ્ઠાવાન મહેશભાઈ પટેલને ખરીદ વેચાણ સંઘમાંથી હટાવી દેવામાં આવ્યા અને તેઓના સ્થાને પોતાના માણસોને ગોઠવવાની સંગઠનની પ્રવૃત્તિ થઈ છે.આ ઉપરાંત નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માણસોને પણ વર્તમાન સંગઠન વાળાઓએ કાપી નાખ્યા છે. જેમાં જિલ્લામાં ઘણા સમયથી મીડિયા કન્વીનર તરીકે ખૂબ જ સુંદર અને અનન્ય સેવા આપનાર સ્વ.પ્રચેતભાઈ મહેતાનો પહેલો ભોગ લેવાયો હતો. અને તેઓના સ્થાને હાલમાં જેમને મૂકવામાં આવ્યા છે તે મીડિયા સેલના કન્વીનર કેટલા સક્ષમ છે.જે પોતાની જાતે એક સમાચાર પણ લખી શકવા સમર્થ નથી.., તે પક્ષને માટે શું ફાયદાકારક…??..
આ ઉપરાંત ખેડા જિલ્લા સંગઠનમાં અને ચૂંટાયેલી પાંખમાં ચાર-ચાર ચોકા રચાયેલા છે. ચૂંટાયેલા છ-છ ધારાસભ્યોના વ્યક્તિઓને કાપવાની અને પોતાના માણસોને ગોઠવવાની સંગઠનની પ્રક્રિયાના પરિણામે સંગઠનથી સૌ ધારાસભ્ય પણ નારાજ છે.આ ઉપરાંત ભાજપના સૌ અગ્રણી વડીલો પણ સંગઠનથી ખૂબ જ નારાજ છે.આ ધારાસભ્યનો અને સૌ વડીલોની,સક્રિય સભ્યોનો મત પણ સંગઠનની રચના પૂર્વે લેવો જોઈએ.જે પક્ષના હીતમાં છે.તે એક નિર્વિવાદ હકીકત છે.
હાલમાં એક જ જ્ઞાતિની લાંબી સંગઠનના સહારે કામ કરી રહી હોય તેવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે.હાલમાં અમૂલ ડેરીના ચેરમેનપદે વિપુલભાઈ પટેલ બિરાજમાન છે. જ્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અપૂર્વભાઈ પટેલ ચેરમેન છે.
કેડીસીસી બેંકમાં તેજસભાઈ પટેલ ચેરમેન છે.ખેડા જિલ્લા સહકારી સંઘમાં જયેશભાઈ પટેલ કપડવંજવાળા ચેરમેન છે. આમ, સંગઠનની સાથે એક જ જ્ઞાતિની બોલબાલા ચોમેર થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છું.
ખરીદ વેચાણ સંઘમાં ખૂબ જ સક્ષમ સરળ અને નિષ્ઠાવાન વ્યક્તિ મહેશભાઈ પટેલ મહુધાવાળાઓને પણ હટાવીને તેઓના સ્થાને સંગઠન વાળાઓએ પોતાના માણસને ગોઠવી દીધા છે. મહુધા એપીએમસીમાં પણ નિલેશભાઈ પટેલની નિમણૂંક થઈ શકે તેમ નહોતી, પરંતુ માતરમાં થયેલ ભારે પીછેહઠને ઓળખી ગયેલા સંગઠનના પદાધિકારીઓએ માતર જેવું ન થાય એટલા માટે નિલેશભાઈ પટેલની નિમણૂંક કરી દીધી હતી.નિલેશભાઈ પટેલ ખુબ જ સક્ષમ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા કાર્યદક્ષ અને નિષ્ઠાવાન છે.તેઓની નિમણૂંક યથાયોગ્ય જ છે આ બાબતે હવે ખેડા જિલ્લાના ધારાસભ્યો તથા ખેડા લોકસભાના સાંસદ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેવી કે,ખેડા જિલ્લા પંચાયત, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત, તથા પાંચ નગરપાલિકાઓ સહિત અનેક ગામોની ચૂંટણીઓને ધ્યાનમાં લેવાની સાથે.., નડિયાદ મહાનગરપાલિકા બની રહી છે ત્યારે આ મહાનગરપાલિકાનું સુચારુ સંચાલન અને વહીવટ થાય અને ભવિષ્યમાં પ્રજાજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે પ્રકારે સંગઠનમાં સુશીલ,સંસ્કારી અને પક્ષને વફાદાર તથા તારું મારું કરતા પક્ષનું વધારે હીત ઇચ્છનાર વ્યક્તિઓની નિમણૂંકો કરવી જોઈએ, તેવી સૌ કાર્યકરોની લાગણી અને માગણી છે. હાલમાં સંગઠનમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા હોય તેવા સંગઠનના ઉપપ્રમુખ વિકાસભાઈ શાહ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અપૂર્વભાઈ પટેલ અને ક્ષત્રિય સમાજ પૈકીના અમિતભાઈ ડાભીનું નામ અગ્રહરોડમાં જિલ્લા ભાજપના પ્રમુખપદ માટે ચર્ચાઇ રહ્યું છે આ ત્રણ પૈકી કોઈએ વ્યક્તિની નિમણૂંક થાય તે પક્ષના અને સૌના હિત માટે ખૂબ જ આવકારદાયક અને ઇચ્છનીય છે. ત્રણેય વ્યક્તિઓ સક્ષમ અને સરળ છે તે પૈકી વિકાસભાઈ શાહ સંગઠનના માહિર 1998થી ભારતીય જનતા પક્ષમાં પોતાના પરિવાર કરતાં પક્ષને વધારે મહત્વ આપીને તેઓએ નડિયાદ વિધાનસભામાં કરેલી ખૂબ જ સુંદર કામગીરીને ધ્યાનમાં લઈને તેઓની નિમણૂંક થાય તો ભારતીય જનતા પક્ષને માટે ઘણું જ લાભદાયક રહે તેમ છે.
રિપોર્ટર-મહેશ મહેતા(મહેમદાવાદ )
અમિતભાઇ ડાભી
વિકાસભાઈ શાહ
અપૂર્વભાઇ પટેલ