ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો.
આ અવસરે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે તૈયાર કરાયેલી મોબાઈલ હેલ્થ યુનિટને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યૂનિટ જિલ્લાના તમામ ગામડાઓમાં જઈને ટીબીના દર્દીઓની તપાસ અને યોગ્ય સારવાર માટે કામગીરી કરશે.
આ પ્રસંગે ઇન્ચાર્જ સીડીએચઓ ડો. પઠાણ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામાં આવ્યું હતું. મહાગુજરાત મેડિકલ સોસાયટીના ડાયરેક્ટર ડો. શેલત દ્વારા ટીબી નિર્મૂલન અભિયાનમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી તરફથી પૂરતો સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા, મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન ભાસ્કર દેસાઈ, ડાયરેક્ટર ડો. શેલત, જિલ્લા ટીબી અધિકારી દિનેશ બારોટ, ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ. ડો. પઠાણ, એડીએચઓ શાલીની બેન,
ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ. ડો. દિનેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર નડિયાદ ડો. વિપુલ અમીન, દિનશા પટેલ નર્સિંગ કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા ખેડા જિલ્લાના ટીબી ચેમ્પિયન ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)