કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળી. મોરારિબાપુનાં સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમમાં રાસ અને ભવાઈનું આયોજન થયું હતું.
સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં પ્રસિદ્ધ રાસ અને ગુજરાતની ભવાઈ એ આપણું લોકસાંસ્કૃતિક મહાત્મ્ય ધરાવે છે. મહુવામાં ચાર દિવસીય જ્ઞાનસત્ર દરમિયાન શનિવાર સાંજે જેશીંગપરા અમરેલીની મંડળી દ્વારા સુંદર રાસ અને મહાકાળી ભવાઈ મંડળ બોટાદ દ્વારા ભવાઈ વેશ પ્રસ્તુત થયેલ.
મોરારિબાપુનાં સાનિધ્યમાં આ રાસ અને ઐતિહાસિક ભવાઈનું આયોજન થયું હતું. સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓને આ લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળી.