ખેડા જિલ્લાના ઠાસરામા સ્થાનિક પોલીસે નહિ પણ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ. ૧.૨૪ લાખનો દારૂ જપ્ત કરી બેની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, SMC પોલીસે ઠાસરાના બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે ધમા રાઠોડનો આ દારૂનો જથ્થો ઝડપ્યો, જેમાં ધમો સહિત ત્રણ આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે . આ આરોપીઓ ઠાસરા ગામમા પાણીની ટાંકી પાસે વિદેશી દારૂનુ ખુલ્લેઆમ વેચાણ કરતા હતા. પોતાના મકાનની આસપાસ બીજાના મકાનના ધાબા પર વિદેશી દારૂ છુપાવ્યો હતો. જેમા ઠાસરા પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઠાસરા પોલીસ મથક હદ ના મોટા કોતરિયા ગામે રૂપિયા ૧,૨૪, ૩૪૫ ના ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ના જથ્થા સાથે પઝેશન કેસ કરી ૨ ની અટકાયત અને ત્રણ વોન્ટેડ સામે પ્રોહિબિશન એક્ટ ની કલમ ૬૫(એ),૬૫(ઇ),૮૧,૮૬,૧૧૬- બી તથા બીએનએસ ની કલમ ૧૧૧(૩),૧૧૧(૪) હેઠળ ગુનો નોંધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી.