વાલોડ તાલુકામાં ગામીત સમાજને સામાજીક, શેક્ષણિક, સાંસ્કૃતિક તેમજ રમત ગમત ક્ષેત્રમા આગળ વધારવા માટે માટે વાલોડ તાલુકા માં સમાજનું સંગઠન ઉભું કરવામાં આવ્યું .આજે કનજોડ ગામે સમાજના અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ટુર્નામેન્ટમાં વાલોડ તાલુકાની ગામીત સમાજની ૧૬ ટીમો એ ભાગ લીધો છે.
ટુર્નામેન્ટમાં પ્રથમ આવનાર ટીમ ને ૧૧,૧૧૧/- ,રનર્શ અપ ટીમ ને ૫,૫૫૫/-,ત્રીજી અનર ચોથા ક્રમે આવનાર ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.બેસ્ટ બેટ્સમેન ,બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર તેમજ મેન ઓફ થી સિરીઝ નું ઇનામ આપવામાં આવશે, સાથે સાથે ટુર્નામેન્ટ માં ભાગ લેનાર તમામ ટીમને પ્રોત્સાહક રૂપે ટ્રોફી એનાયત કરવામાં આવશે.
આ ટ્રનામેન્ટ ની ફાઇનલ મેચ ૧૫ ડિસેમ્બર ના રવિવાર ના રોજ રમાડવામાં આવશે.ટુર્નામેન્ટ ના સફળતા માટે ગામીત સમાજના વડીલો દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .પ્રથમ વાર રમાતી ટુર્નામેન્ટ માટે યુવાનોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામીત સમાજના યુવા અગરણીઓ દ્વારા આ ટુર્નામેન્ટ ગામીત સમાજના સંગઠન અને સમાજમાં સમરસતા જળવાઈ રહે તે હેતુ માટે દર વર્ષે રમાડવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ દરેક ખેલાડી મિત્રોને ખેલદિલી પૂર્વક રમવા જણાવ્યું હતું .
અત્રે ઉલ્લેખનીય છેકે વાલોડ તાલુકા ગામીત વાલોડ તાલુકામા એવું સામાજિક સંગઠન ઉભું થઈ રહ્યું છે જે સમાજના દરેક ભાઈઓ બહેનો ,વડીલો અને યુવાનો ને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા માટે કમર કશી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને ગામીત સમાજના લોકો ને દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ રહ્યું હોય તેવું પ્રાથમિક તબ્બકે જાણવા મળી રહ્યું છે.સંપ્રાંત પરિસ્થિતિમાં સમાજની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા નવી પેઢીમાં જળવાઈ રહે તે હેતુ દરેક સમાજ માટે સામાજિક સંગઠન ઊભું કરવું આજના સમયમાં ખુબજ જરૂરી છે ત્યારે વાલોડ તાલુકા ગામીત સમાજ દ્વારા “આપણો સમાજ જવાબદારી “ ના નારા સાથે શરૂ કરવામાં આવેલ ગામીત સમાજનું સંગઠન અન્ય દરેક સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.