શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.
સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો
અને નિત્ય ક્રમ પ્રમાણે દાદા ને મલિન્દો જમાળવામાં આવ્યો
સાથે સાથે રામધૂન કરવામાં આવી.
આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જ્યાં દસ શનિવારે દાદા ને રાજી કરવા અલગ અલગ પ્રકારના શણગાર તથા ભોગ ધરાવવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે.