હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મા NSUI ના લુખ્ખા તત્વો દ્વારા એક પોલીસ કર્મી પર હાથ ઉપાડવાની ઘટનાને અ.ભા.વિ.પ કડક શબ્દોમાં વખોળી અને ન્યાયિક કાર્યવાહી માટે પ્રશાસન સમક્ષ માંગ કરે છે. NSUI ના વર્ષો જૂના ઇતિહાસને જોતા શિક્ષણ સંસ્થાઓમાં હંમેશા ની જેમ મારાપીટ , ગુંડાગર્દી અને શિક્ષણનો વ્યાપાર કરવો તે જ તેમનું મુખ્ય કાર્ય છે. સાથેજ HNGU મા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર, અન્ય અધિકારીઓ સાથે પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પોતાની વગ નો ખોટો દુરઉપયોગ કરીને ગુંડાગર્દી ના માધ્યમ થી યુનિવર્સિટીમાં ધાક જમાવવી પોતાના નિજી સ્વાર્થ હેતુ પ્રસાશનને દબાવવા નીકળ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે જ આ કહેવાતા જન પ્રતિનિધિ દ્વારા યુનિવર્સિટીના સત્તાધારી વ્યક્તિઓને ગાળો આપીને તેમની સાથે ધક્કા મુક્કી કરી વિદ્યાર્થી હીતની કોઈ પણ વાત નહિ પરંતુ દાદાગીરી થકી ખોટા કામો કરાવવાનો આ નિષ્ફળ પ્રયાસ છે. આ પ્રકારના જન પ્રતિનિધિઓ કે જેઓ શિક્ષણના ધામને મારપીટ નો અને રાજકારણનો અખાડો બનાવવાનું કામ કરતા હોય તે જન પ્રતિનિધિ પર પણ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. અ.ભા.વિ.પ શિક્ષણના ધામમાં શાંતિ અને શૈક્ષણિક વાતાવરણ ફરીથી પ્રસ્થાપિત થાય તે માટે પ્રશાસન ને માંગ કરે છે, અને જે પણ કોઈ અસામાજિક તત્વો આ તમામ ઘટનામાં સંડોવાયેલા હોય અને પોલીસ અધિકારી સાથે માર જુડ કે યુનિવર્સિટીના સત્તાધારી વ્યક્તિઓ સાથે દૂરવ્યવહાર અને ધક્કા મારવામા સંલિપ્ત તમામ લોકો પર કડક મા કડક કાર્યવાહી થાય.
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “HNGU મા NSUI ના લુખ્ખા તત્વો સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ સાથે યુનિવર્સિટીમાં ઘૂસીને જે રીતે યુનિવર્સિટીના વાતાવરણને ડહોળવાનું કામ કર્યું છે. તે અત્યંત નિંદનીય અને શર્મનાક ઘટના છે. ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રજીસ્ટારને ગાળો બોલી તેની સાથે ધક્કા મુક્કી કરી પોલીસ કર્મીઓ સાથે દૂર વ્યવહાર કરી NSUI ના ગુંડા તત્વોને સાથે રાખીને યુનિવર્સિટીને બાનમાં લેવાનો પ્રયાસ એ અત્યંત દૂર્બળ પ્રયાસ સાબિત થયો છે. અ.ભા.વિ.પ યુનિવર્સિટી પ્રશાસનને માંગ કરે છે કે, આ પ્રકાર નો વ્યવહાર કરનાર તમામ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય. પોલીસ કર્મી સાથે થયેલ ઘટના પણ અત્યંત નિંદનીય તેના વિરુદ્ધ પણ સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધી આ ગુંડા તત્વોને પાઠ મળે તેવી કાર્યવાહી અતિઆવશ્યક છે.”