જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી, નડિયાદ તાલુકાની આંતર શાળા દ્વારા તા.15-12-24 રવિવારના રોજ (Under 14) કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવેલ હતી.
જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અભ્યાસ કરતા વિધાર્થીઓએ પ્રથમ ક્રમાંક આવતા તેઓને રૂ.2500 રોકડ ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી. તે બદલ સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવ્યા હતાં.