પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.આર. બાજપાઈ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન અ.હેડકો શ્રવણકુમાર સીયારામ નાઓને બાતમી હકિકત મળેલ કે, “ડાકોર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં- ૧૧૨૦૪૦૨૧૨૩ ૦૩૫૦/૨૦૨૩ પ્રોહી કલમ એકટ કલમ ૬૫ એ, ૬૫ ઈ, ૮૧ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહન મીણા નાનો નાસતો ફરતો છે. અને તે હાલમાં કોલેજ રોડ નહેરનાળા થી નહેરવાળા રસ્તા ઉપરથી પીપલગ તરફ જનાર છે. જે બાતમી આધારે સદર ઇસમની વોચ તપાસ રાખી સીવીલ નહેરનાળા પાસેથી આરોપી મોહનલાલ ઉર્ફે મનોજ નાથુલાલ મીણા (મારવાડી) ઉવ.આ. ૪૨ રહે. એ/૭૦૩, ઓમ એફોર્ડ, ઓમ સર્કલ, રીંગ રોડ, વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળ રહે. ગામ-કાઠડી, સામાઘરા ફળીયું, તા.આસપુર જી.ડુંગરપુર રાજસ્થાન નાને પકડી ગુના સબંધે યુકતિપ્રુકતિથી પુછપરછ કરતા પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.