ભોપાલ ખાતે યોજાયેલી ૬૭ મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૭ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ RENOWNED SHOT SHOOTER ની પ્રસિદ્ધિ હાસિલ કરી હતી.
૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ૫૦ મીટર રાઇફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં ૫૯૦.૩ નો સ્કોર શૂટ કરી ”RENOWNED SHOT” નામની ખ્યાતી હાંસિલ કરી રાષ્ટ્રીય કક્ષાએ ખેડા જિલ્લા અને રા.અ.પો.દળ જુથ ૭,નડિયાદને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ ગૌરવવંતું કર્યું છે.