આગામી 4 થીજાન્યુઆરીએ વિવિધ વિભાગની પાંચ બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી ૪થી જાન્યુ આરીએ યોજાવાની છે,ત્યારે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સંઘ પર સંગઠનનો દબદબો જળવાઈ રહે તે રીતે સક્રિય પ્રયત્નો હાથ ધરાયા છે..અને ગત તા.23મી જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનની મુદત સુધીમાં કુલ 13 પૈકી વિવિધ વિભાગમાં આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.આમ ચુંટણીના અંતિમ પરિણામો પૂર્વે જ ખેડા જિલ્લા સહકારી સંઘમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે એમ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે કમલમ નડિયાદમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું
એટલુંજ નહીં બાકીની પાંચ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવે તેવા પ્રયત્નો સંગઠન દ્વારા હાથ ધરાયા છે.જેમાં નડિયાદ અને માતર વિભાગની બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવે..અને જિલ્લાસંઘ એક ટીમ થઈ કામ કરે તે ઉદ્દેશથી ખેડા જિલ્લા ભાજપ સંગઠન કાર્યરત છે.માતરની બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવત સિંહ પરમાર છે.જેમની સામે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે તે અંગે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપનું નેતૃત્વ નિર્ણય લેશે.એમ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું અને ખેડા જિલ્લા સહકારી સંઘમાં હવે ભાજપની બહુમતી છે ત્યારે બાકીની પાંચ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોને ચૂંટી લાવવા તેમણે અપીલ કરી હતી.
વિવિધ વિભાગમાં ભાજપના બિનહરીફ વિજેતા ઉમેદવારોમાં જયેશભાઇ પટેલ, ચંદ્રેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રમેશભાઈ પરમાર, રાજેન્દ્રકુમાર પટેલ, જયરામભાઈ રબારી, સંજીવકુમાર પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)