આ રસ્તાનો ઉપયોગ મુંડેલ રતનપુર ના ગ્રામજનો ભૈડિયા વિસ્તારના નાગરિકો છીપડી પાટીયા સુધીના નાગરિકો રણછોડપુરા નાગરિકો તથા બાળકોને સ્કૂલે આવવા જવા માટે પ્રસંગોપાત ગામમાં અવરજવર માટે તથા સ્મશાન યાત્રા માટે તેમજ દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે તથા સસ્તા અનાજની દુકાને જવા માટે તેમજ તાત્કાલિક આરોગ્ય સારવાર માટે દા: ત તરીકે પ્રસુતિ સમયે આકસ્મિક બીમારી સમયે ઉપયોગ કરવામાં આવે છે તથા આરોગ્ય સેવા 108 તેમજ અન્ય વાહન લાવવા લઈ જવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.
આ રસ્તા નું કામ સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની જે પણ ચૂંટણી આવશે તેનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે.