Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય પરીસંવાદ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય પરીસંવાદ કાર્યક્રમ યોજાયો

નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય “બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી” પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૪૦૦ થી વધુ બાગાયતી ખેતી કરતા ખેડૂતો ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેતી વિશેની વાત રજૂ કરી હતી અને સામે પક્ષે ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા આપવામાં આવતી સરકારી યોજનાઓ લક્ષી માહિતી થી જાગૃત કરી પરિસંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત શાકભાજી પ્રદર્શન હરીફાઈની ૧૦ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ ખેડૂતોને અનુક્રમે ૫, ૪ અને ૩ હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે સાંસદ દેવુંસિંહ ચૌહાણ દ્વારા “ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેવુંસિંહ ચૌહાણ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આ પ્રદર્શનને નિહાળી ફળ ફૂલ અને શાકભાજીની વિવિધ વેરાયટીઓ થી માહિતગાર થયા હતા. સાથે જ તેઓએ આ ખેતપેદાશોના ઉત્પાદક ખેડૂતો સાથે સંવાદ કરી જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત એ કૃષિપ્રધાન દેશ છે. આજે દેશમાં વધતી જતી વસ્તીની તુલનાએ ખેતીલાયક જમીનનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આટલી વિશાળ વસ્તીના નિર્વાહ હેતુ ખેતીમાં ટકાઉ અને વધુ ઉત્પાદન આવશ્યક છે. ત્યારે ખેડૂતો નાની જમીનમાં સારું વળતર મેળવતા થાય એ માટે સરકાર દ્વારા અનેકવિધ ખેતીલક્ષી યોજનાકીય સહાય આપવામાં આવે છે. માટે ખેડૂતોને પણ બાગાયત ખાતા દ્વારા શરૂ કરાયેલ વિવિધ યોજનાકીય લાભ મેળવી રસાયણમુક્ત અને ટકાઉ ખેતીની દિશામાં આગળ વધવા સાંસદએ અનુરોધ કર્યો હતો.

આ અવસરે બાગાયતી ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પોતાની ખેતીના લાભ, ખેત પેદાશોનું બજાર, પ્રાકૃતિક ખેતી, ખેતીના પ્રવર્તમાન પડકારો સહિતના મુદ્દા ઉપર મુક્ત મને સંવાદ કરી પોતાના સ્વાનુભાવો રજૂ કર્યા હતા. સાથે જ બાગાયત ખાતા દ્વારા અપાયેલ મહિલા સ્વરોજગાર લક્ષી યોજનાઓનો લાભ મેળવેલ બહેનો દ્વારા પણ પોતાના તાલીમ અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલ, સંયુક્ત બાગાયત નિયમક ડો.જે.એમ.તુવર, નાયબ બાગાયત નિયામક સ્મિતાબેન પિલ્લાઈ, મદદનીશ બાગાયત અધિકારી જૈમીન પટેલ સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ, બહેનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.