પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના સભાખંડ ખાતે પૂ. નવલરામજી મહારાજ અને સંત વૃંદ- વૃંદાવન દ્વારા શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરના પૂજ્ય ગણેશદાસજી મહારાજ , રામેશ્વરદાસજી મહારાજ, તેમજ અન્ય સંતો મહંતો એ ઉપસ્થિત રહી પારાયણનો લાભ લીધો.