સનાતન વિરાટ એવા મહાકુંભમેળાનું મહત્વનું ત્રીજું સ્નાનપર્વ વસંતપંચમી. પ્રયાગરાજમાં સોમવારે વસંતપંચમી પર્વે સંગમ ક્ષેત્રમાં સાધુ સંતો અને ભાવિકો શ્રદ્ધાની ડૂબકી લગાવશે. શ્રદ્ધાળુઓની ભાવના સાથે વિદ્યુત સુશોભનથી કુંભનગરીનો મનમોહક આકર્ષક ઝળહળાટ રહ્યો છે.
ભારતવર્ષનાં મહાત્મ્ય ભરેલાં વિરાટ મહાકુંભમેળામાં વિશ્વભરમાંથી ભાવિકો તેમજ રસિકો પ્રયાગરાજ તરફ રહ્યાં છે. રાષ્ટ્રનાં તમામ પ્રાંત વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ કરોડોની સંખ્યામાં સ્નાન તથા દર્શન લાભ લઈ રહ્યાં છે.
શ્રદ્ધાળુઓની ભાવના સાથે વિદ્યુત સુશોભનથી પ્રયાગરાજ કુંભનગરીનો મનમોહક આકર્ષક ઝળહળાટ રહ્યો છે, જે દશ્યો માણતાં રસિકો ધરાતાં નથી. ગંગા યમુનાનાં વિશાળ પટ ઉપર ભારતીય સંસ્કૃતિની ઉભી થયેલ વિરાટ નગરી ખૂબ જ ચમકી રહેલ છે.
મકરસંક્રાંતિનાં અમૃતસ્નાન અને આગલા દિવસ પોષ પૂર્ણિમા સ્નાનપર્વથી પ્રારંભ થયેલાં
સનાતન વિરાટ એવા મહાકુંભમેળાનું મહત્વનું ત્રીજું સ્નાનપર્વ વસંતપંચમી. પ્રયાગરાજમાં આગામી સોમવારે વસંતપંચમી એટલે ત્રીજા અમૃતસ્નાન પર્વે સંગમ ક્ષેત્રમાં સાધુ સંતો અને ભાવિકો શ્રદ્ધાની ડૂબકી લગાવશે. આ સાથે આ તીર્થમાં તમામ ઘાટ ઉપર દિવસ રાત સ્નાન પૂજન લાભ લેવાઈ રહ્યો છે.
બીજું અમૃતસ્નાન એ મૌનીઅમાસનું સ્નાન પણ સૌ કર્યું. આ દરમિયાન દુર્ભાગ્યે કેટલાંક શ્રદ્ધાળુઓએ પોતાનાં પ્રાણ ગુમાવ્યાં, તેનું સૌને દુઃખ છે જ.!