ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત “Digital Transformation for Better Banking Services” એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક્ષેત્રે whatsapp Banking, Teblet Banking, Loan Manganment System, Mobile Banking UPI, Micro ATM ,QR code, Net Banking (View Only), ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા અને નાણાકીય સુરક્ષા અને ડિજિટલ બેન્કિગ પ્રત્યે બેંકે હાંસલ કરેલી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.જેનો શ્રેય બેંકના કાર્યશીલ ચેરમેન શ્રી તેજશકુમાર બી. પટેલ તથા સમસ્ત સંચાલક મંડળના દૂરંદેશી નેતૃત્વ અને બેંકના સૌ સમર્પિત સ્ટાફના અવિરત કાર્યક્ષમ પ્રયાસોને દર્શાવે છે.
આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલ દ્વારા બેંકના મૂલ્યવાન ગ્રાહકોને બેંક ઉપર મુકેલ અતૂટ વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને હજુ પણ આ અતૂટ વિશ્વાસ બેંકને વધુમાં વધુ ઉચ્ચ લક્ષ્યો તથા સિધ્ધિઓ હાંસલ કરવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને તેજસકુમાર પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ દોઢ વર્ષના ટુંકા ગાળામાં પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ આ સાથે મળીને કુલ ૧૦ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.થોડા સમય પહેલા પણ બેંકની ડિજિટલ સુવિધા થકી ખેડૂતના ખાતા ઘરે જઈને ટેબ્લેટ બેંકિગથી ખોલવા બદલ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પણ વિધાનસભા ગૃહમાં બેંકની આ વિશિષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી.