પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિતે કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે.
પત્રકાર અને તસવીરકાર તરીકે સમાચાર સંકલન અને તેની કામગીરી સાથેનાં અનુભવો અંગે લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે મૂકેશ પંડિત દ્વારા વાત કરવાનો ઉપક્રમ યોજાઈ ગયો.
સ્થાનિક ઘટનાઓ, પ્રાસંગિક આયોજનો, ગુનાખોરી તેમજ ઉત્સવો અને યાત્રાઓ સંબંધી વિગતો અને પોતાનાં અનુભવો જણાવતાં પત્રકાર મૂકેશ પંડિતે પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે તેમ જણાવ્યું. તેઓએ અમરનાથ યાત્રા તેમજ પ્રયાગરાજ મહાકુંભમેળા અને અન્ય વાતો પ્રસ્તુત કરી. તેઓએ રચનાત્મક સમાચારો જ વાંચતા રહેવાં વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો.
પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં આ વેળાએ કેન્દ્ર સંચાલક પાતુભાઈ આહિરે પ્રાસંગિક વાત કરી હતી. પ્રારંભે પરિચય વિધિ એભલભાઈ ભાલિયા દ્વારા કરવામાં આવી.
આચાર્ય નિર્મળભાઈ પરમાર, સંજયભાઈ ડોડિયા, વિપુલભાઈ વસાવા, અસ્મિતાબેન મકવાણા, જયરાજભાઈ પરમાર વગેરે જોડાયાં હતાં.