વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ૨૩મી ફેબ્રુઆરીને રવિવારના રોજ શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે વડોદરા અ.નિ. મહેશભાઈ છગનભાઈ પટેલના યજમાન પદે હસ્તે અજયભાઈ મહેશભાઈ પટેલ અ.નિ. વીણાબેન મહેશભાઈ પટેલ તથા ધર્મેશભાઈ મહેશભાઈ પટેલ તરફથી વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને ૧૧૦૦ કિલો બોરનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે ૮:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી હજારો હરિભક્તોએ બોર ઉત્સવ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
બોર ઉત્સવની માહિતી આપતા ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોને કેસુડાના વાઘા ધરાવવામા આવ્યા હતા. વડોદરાના હરિભક્ત દ્વારા દેવોને ૧૧૦૦ કિલો બોર ધરાવી બોર ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. સવારે ૮:00 થી સાંજના ૬:૦૦ કલાક સુધી હજારો હરિભક્તોએ બોર ઉત્સવ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાંજે સ્વયંસેવકો દ્વારા તમામ બોર ઉતારી ૪ હજારથી વધુ કોથળીઓમાં બોર ભરવામાં આવ્યા હતા. આ પ્રસાદનું સોમવારે વડતાલ ધામમાં આવેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓથી માડી તમામ વિદ્યાર્થીઓએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સમગ્ર બોર ઉત્સવનું આયોજન ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. બોર ઉત્સવનું સમગ્ર સંચાલન શ્યામવલ્લભ સ્વામી તથા મંદિરના વિદ્યાર્થી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રસાદ વિતરણ વ્યવસ્થા પ્રિતેશભાઈ પટેલ (કરમસદ), નિલેશભાઈ પટેલ તથા કાળીદાસભાઇ પટેલ (ઉત્તરસંડા) ધ્વારા કરવામાં આવી હતી.