શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે.
શિવજીનાં મહાત્મ્ય ભરેલાં પર્વ મહાશિવરાત્રી પ્રસંગે ગોહિલવાડનાં જાણીતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક આયોજન થઈ ગયું.
આશ્રમમાં સોમનાથ મહાદેવ સ્થાનમાં મહાશિવરાત્રી પ્રસંગે ત્રિદિવસીય આસ્થાભેર શિવપૂજન વંદના આયોજનમાં આચાર્ય તરીકે અનંતભાઈ ઠાકર રહ્યાં.
સેવક પરિવારનાં સંકલન સાથે અહીંયા પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને ભાવિક શ્રદ્ધાળુઓ ગ્રામજનોને પ્રસાદ લાભ મળેલ છે.