ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચની ઘટના બની હતી. બદ્રીનાથથી 3 કિમી દૂર માના ગામ નજીક બરફનો પહાડ તૂટી પડતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 55 જેટલા કામદારો ફસાયા હતા. આ કામદારોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના લોકોનો સમાવેશ થાય છે.
#WATCH | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami conducts an aerial survey of the areas affected by the avalanche in Mana, Chamoli.
47 of the total 55 people who were trapped have been rescued so far. Rescue and relief operations are still underway. pic.twitter.com/ZnZGZy2lAE
— ANI (@ANI) March 1, 2025
ઘટનાની જાણ થતાં જ સેના, ITBP, BRO, SDRF અને NDRFની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ હતી. ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે પણ બચાવ ટીમોએ રાત-દિવસ કામગીરી ચાલુ રાખી હતી. પરિણામે, અત્યાર સુધીમાં 47 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, હજુ પણ 8 કામદારો બરફ નીચે દટાયેલા હોવાની આશંકા છે, જેમની શોધખોળ ચાલુ છે.
સતત હિમવર્ષા અને ખરાબ હવામાન બચાવ કામગીરીમાં મોટો પડકાર બની રહ્યું છે. જેના કારણે એર એમ્બ્યુલન્સની મદદ લેવાનું પણ શક્ય બન્યું નથી. ઘટના સ્થળ દૂરસ્થ વિસ્તારમાં આવેલું હોવાથી બચાવ સાધનો અને રાહત સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.
ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને કહ્યું – ચમોલીમાં હવામાન હજુ પણ ખરાબ છે. 22 લોકોને બચાવવાના પ્રયાસો ચાલું છે. ઘટનાસ્થળે 200 થી વધુ લોકોને મોકલવાની તૈયારી ચાલી રહી છે. 4 હેલિકોપ્ટર કાર્યરત છે. વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર સ્ટેન્ડબાયમાં છે. હવામાન સાફ થતાં જ તે અહીં પહોંચી જશે. બીજા દિવસે પણ બચાવ કામગીરી ચાલું છે. એવલાન્ચમાં ફસાયેલા 55 કામદારોમાં બિહારના 11, ઉત્તર પ્રદેશના 11, ઉત્તરાખંડના 11, હિમાચલ પ્રદેશના 7, જમ્મુ-કાશ્મીરના 1 અને પંજાબના 1નો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટનાની માહિતી મળતાં જ બચાવ કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. સરકારે મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે. આજે 1લી માર્ચના મુખ્યમંત્રી ઘટનાસ્થળની મુલાકાત લેશે.