સંસ્થા દ્વારા ચાલતા વિવિધ કોર્સના પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, તેમજ સંસ્થા તેમજ સંસ્થા પ્રેરિત વિવિધ સંગઠન દ્વારા ચાલતા સેવાકીય કાર્યનું સાર્વજનિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેશવ સેવા પ્રકલ્પ દ્વારા સ્વાવલંબન ચાલતા વિવિધ કોર્સ પૂરો કરનાર ૧૫૦થી વધુને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રાત કાર્યવાહએ (રા.સ્વ. સંઘ, ગુજરાત પ્રાંત) પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શોષિત, પીડિત અને વંચિતો સુધી સેવાના માધ્યમથી પહોંચી રહ્યું છે. સમાજમાં સેવાભાવ જાગૃત થાય અને સેવા દ્વારા પરિવર્તનની ગતિ પકડાય એવો આનો ઉદ્દેશ્ય છે.