આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે ભાવનગરમાં દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો, જે સૌએ માણ્યો છે.
પતંજલિ મહિલા યોગ સમિતિ અને પ્રેરણા સંસ્થા દ્વારા આયોજન થઈ ગયું.
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ઉજવાયો, આ સાથે ભાવનગરમાં પતંજલિ મહિલા યોગ સમિતિ અને પ્રેરણા સંસ્થા દ્વારા સુંદર કાર્યક્રમ આયોજન થઈ ગયું.
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે દિવ્યાંગ બાળકોએ ભાવવાહી રીતે યોગાસન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો, મા દીકરાનાં ગીત નૃત્ય, મનિષાબેન પારેખ દ્વારા ફાગણ હોળી રસિયા ઉજવણી ગાન વગેરે કાર્યકર્તા, નગરજનો અને સૌએ માણ્યો છે.
મહિલા દિવસનાં આ કાર્યક્રમ સંકલનમાં રિટાબેન વોરા રહ્યાં હતાં.