વડોદરાના રક્ષિત કાંડ જેવી નડિયાદના વીકેવી રોડ પર ઘટના ઘટી છે, હીટ એન્ડ રનમાં નડિયાદના યુવકનું ઘટના સ્થળે મોત થવા પામેલ છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયેલ છે, બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કાર નંબર GJ 27 ED 0056 નો ચાલક અને યુવતી કાર લઈને ફરાર થયેલ છે. નડિયાદના વીકેવી રોડ પર હિટ એન્ડ રન ની ઘટનામાં માઈ મંદિર પાસે આવેલી ગિરિવર રેસીડેન્સીમાં રહેતા યુવરાજ દિલીપ રાજપૂતનું મૃત્યુ થવા પામેલ છે, યુવરાજ રાજપૂતના છ મહીના પહેલા લગ્ન થયા હતા.
આ અંગે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકને પીએમ અર્થે ખસેડ્યો હતો.