નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી.
જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ એ.સી., બારરૂમ, હોસ્પિટલ, ઘોડિયાઘર, એ.ટી.એમ. સહિત અનેક સુવિધાઓથી સજ્જ છે. આ નવીનતમ બિલ્ડિંગમાં ઝડપી અને અસરકારક ન્યાય માટે દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડિયો રૂમની પણ સુવિધા છે. આ ઉપરાંત વનરેબલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર દ્વારા બાળકોની પણ જુબાની લઇ શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ગુજરાતની સર્વ પ્રથમ જિલ્લા કોર્ટ બિલ્ડિંગ છે.
આ પ્રસંગે જિલ્લા કોર્ટ DGP ધવલભાઈ બારોટ, બાર એસોસિએશન પ્રમુખ અનિલભાઈ, અગ્રણી વકીલ પંકજભાઈ રાવ, યોગીબેન બારોટ સહિત બાર એસોસિયેશનના પદાધિકારીઓ અને વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.