click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બનાસકાંઠા પાલનપુર ખાતે માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી….
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > બનાસકાંઠા પાલનપુર ખાતે માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી….
BanaskanthaGujarat

બનાસકાંઠા પાલનપુર ખાતે માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી….

સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

Last updated: 2025/03/26 at 6:55 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

બનાસકાંઠા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

યોજાયેલી બેઠકમાં માહિતી નિયામક કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. આજના યુગમાં સોશિયલ મીડિયાની ઉપયોગીતા સમજાવીને જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી, પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને યોજનાઓની જાણકારી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, કનેક્ટ ગુજરાત અંતર્ગત એક ચેઇન બને અને છેવાડાના વ્યક્તિ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી પહોંચી શકાય તેવો સરકારનો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નિયામકે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે દિશામાં કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા ઈ – સેતુ સહિતના કાર્યક્રમ બહોળી સંખ્યામાં લોકો સુધી પહોંચે તથા ગ્રામ્ય સ્તરે પણ લોકો સરળતાથી સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકે તે માટે સોશિયલ મીડિયા જરૂરી માધ્યમ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠામાં વિવિધ કચેરીઓ દ્વારા ૩૦૦૦ જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.

બેઠકમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાની અસરકારકતા વિશે જાણકારી આપીને જણાવ્યું હતું કે, આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યો છે. આ માધ્યમનો ઉપયોગ કરીને આપણે સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી લોકોને સાદી અને સરળ ભાષામાં આપી શકીએ છીએ. વધુમાં તેમણે આપત્તિ વ્યવસ્થાપન સમયે સોશિયલ મીડિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે તેમ જણાવ્યું હતું. ટ્રેડિશનલ,પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને હવે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે સરકારી કચેરીઓ દ્વારા સરકારની યોજનાઓ મહત્તમ લોકો સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

આ તકે માહિતી નિયામક અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારીએ બનાસકાંઠા વહીવટી તંત્રની સોશિયલ મીડિયાને લઈને કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર-ભુરપૂરી ગોસ્વામી (બનાસકાંઠા)

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Banaskantha, Banaskantha collector, Banaskantha news, Banaskantha Palanpur, Banaskantha police, Director of Information, meeting regarding, oneindia, social media, the chairmanship, the Director, topnews, બનાસકાંઠા, માહિતી નિયામક, સોશિયલ મીડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એક એપ્રિલથી થશે UPIમાં મોટા ફેરફારો! NPCIએ જાહેર કરી નવી ગાઇડલાઇન
Next Article મીંઢોળા નદી કિનારે મનકામેશ્ર્વર મહાદેવનું મંદિર, ભક્તોની ઈચ્છિત કામના પૂર્ણ કરે છે ભોળાનાથ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?