બુધવારે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. ખાસ કરીને એવા લોકોને જેમની પાસે હોમ લોન, કાર લોન અથવા કોઈપણ બેંક લોન છે. પરંતુ આ સાથે RBIએ NPCIને UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો અધિકાર પણ આપ્યો છે. MPC બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે RBIએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને આર્થિક જરૂરિયાતોના આધારે પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનમાં UPI પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. એટલે કે આ ટ્રાન્ઝેક્શન લિમિટ જરૂરિયાત મુજબ વધારી શકાશે.
NPCIને આપાયો અધિકાર
આ અંગે ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે હવે પર્સન ટુ મર્ચંટ અને મર્ચંટ-ટુ-મર્ચંટ પેમેન્ટની લિમિટ નક્કી કરવાનો અધિકાર NPCIને આપવામાં આવશે. હાલમાં આ મર્યાદા 2 લાખ રૂપિયા છે, પરંતુ ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે. જોકે RBIએ પર્સંન ટુ પર્સંન UPI ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ ફક્ત 1 લાખ રૂપિયા રાખી છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
UPI ટ્રાન્ઝેક્શન બદલાવની અપેક્ષા
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે NPCIને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા પર્સંન-ટુ-મર્ચંટ ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અત્યારે પર્સંન-ટુ- મર્ચંટ અને મર્ચંટ-ટુ-મર્ચંટ પેમેન્ટ માટેની લિમિટ 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. પણ કેટલાક ખાસ કિસ્સાઓમાં પર્સંન-ટુ-મર્ચંટ હેઠળ આ મર્યાદા 2 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા છે. હવે NPCIને તેની મર્યાદા નક્કી કરવાનો અધિકાર મળ્યો છે.
આ અંગે તેમને વધુમાં જણાવ્યું હતું કે હાઈ લિમિટ સાથે જોડાયેલા જોખમોને ઘટાડવા માટે યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવશે. બેંકોને NPCI દ્વારા જાહેર કરાયેલ લિમિટમાં પોતાની ઈન્ટરનલ લિમિટ નક્કી કરવાનો અધિકાર ચાલુ રહેશે. UPI પર P2P ટ્રાન્ઝેક્શન લિમિટ પહેલાની જેમ 1 લાખ રૂપિયા રહેશે. નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે RBIના વડાએ જણાવ્યું હતુ કે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો બેંકો અને અન્ય પક્ષધારકો સાથે વાત કર્યા બાદ જ નિર્ણય લેશે.
UPI પેમેન્ટે બનાવ્યો રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે, માર્ચમાં UPI ટ્રાન્ઝેક્શન 13.59 ટકા વધીને 18.3 અબજે પહોંચી ગયા હતા. ફેબ્રુઆરીમાં આ આંકડો 16.11 અબજ રૂપિયા હતો. NPCIના ડેટા અનુસાર માર્ચમાં UPI દ્વારા 24.77 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ફેબ્રુઆરીમાં થયેલા 21.96 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન કરતાં 12.79 ટકા વધુ છે.
આ સાથે એવરેજ UPI નેટવર્ક દ્વારા દૈનિક ધોરણે 590 મિલિયનથી વધુ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. તેમની કિંમત લગભગ 79,910 કરોડ રૂપિયા છે. એક એહવાલ અનુસાર 2024ના સેકંડ હાફમાં UPI ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે 42 ટકાનો વધારો નોંધાયો હતો, જે કુલ 93.23 અબજ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચ્યો હતો.