ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો કામ કરવામાં આવ્યું નથી.
ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તલાટીનો સંપર્ક કરો. તલાટી નો સંપર્ક કરતા તલાટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મશીન ચલાવવા માટે ડ્રાઇવર નથી, ડ્રાઇવર મળશે એટલે કામ કરાવીશું એવો જવાબ આપવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા ગ્રામ પંચાયતને ડ્રેનેજના કામ કરવા માટે લાખોના ખર્ચે મશીન આપવામાં આવ્યું છે તેમ છતાં ગ્રામજનો ને વારંવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે.
રસ્તા પરથી અવરજવર કરતા ખુલ્લામાં ભારે દુર્ગંધ વાળો ગંદુ પાણી વહી રહ્યું હોવાથી લોકોને ભારે કલાકનો સામનો કરવો પડી રહ્યો છે
છેલ્લા ઘણા સમયથી ગટર લાઈન ઉભરાતા ભારે દુર્ગંધ વાળું ગંદુ પાણી ખુલ્લામાં હોય તો હોવાને કારણે આ ફળિયામાં નાક ફાડી નાખે તેવી દુર્ગંધ વાળી ભારે ગંદકીનો સામ્રાજ્ય ફેલાયું રહ્યું છ.
આ ગંદકીના કારણે આ વિસ્તારમાં ભારી માત્રામાં મચ્છરનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે, આ ફળિયામાં વસવાટ કરનારા રહીશો અને આજુબાજુ માંથી પસાર થનારા લોકોમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની ??