આ પ્રકારની ઘટનાથી વાલોડમાં માહોલ ગરમાયો છે
વાલોડ ખાતે સમાચાર ચાલી, ફળિયા અને વાડી ફળિયાના યુવકો વચ્ચે બે દિવસ અગાઉ લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે યુવકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો..
આ બાબતને ધ્યાનમાં રાખીને સમર ચાલી ફળિયાના યુવકો હોકિસ્ટિક તથા લાકડાના ફટકા જેવા હથિયારો લઈને વાડી ફળિયાના યુવકો સાથે સામસામે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ મારા મારી મા કેટલાક યુવાનોના માથા પણ ફૂટી ગયા હતા અને લોહી લુહાણ જોવા મળ્યા હતા..
આ લડાઈના દ્રશ્યો વાડી ફળિયા ખાતે આવેલ મોહનભાઈ મારવાડી ની દુકાનના સીસીટીવીના કેમેરામાં કેદ થયા હતા.
આ ઘટનાને પગલે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ કરવામાં આવી હતી, અને વાલોડ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
વાલોડ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા જેઓની માંગ હતી કે જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે.
ગતરોજ બે દિવસથી વાડી ફળિયાના મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન એ જોવા મળ્યા હતા, વાલોડ પોલીસ સ્ટેશન ખાતે મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં વાડી ફળિયાના રહીશોનું કહેવું હતું કે ફરિયાદમાં અન્ય આરોપીઓના પણ નામ ઉમેરવામાં આવે તે બાબતને લઈને હોબાળો થયો હતો.
વાલોડ પોલીસ દ્વારા અન્ય આરોપીઓના નામ ઉમેરીને આગળની કાર્યવાહી કરવાની બાહેધરી આપવામાં આવી હતી, તેમ છતાં વાડી ફળિયાના રહીશોને સંતોષ નહીં થતાં તાપી જિલ્લા નાયબ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી પોતાની રજૂઆત કરી હતી અને તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.