આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય ‘2047માં વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો’ છે. જેમાં આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
Prime Minister, Shri Narendra Modi chairs the 10th Governing Council Meeting of NITI Aayog at Bharat Mandapam in New Delhi today on the theme, Viksit Rajya for Viksit Bharat@2047.
The meeting provides a platform for the Centre and States/UTs to deliberate on measures to advance… pic.twitter.com/5uZ2ecZxar
— NITI Aayog (@NITIAayog) May 24, 2025
ટીમ ઈન્ડિયાની જેમ કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી: પીએમ મોદી
આ બેઠક અંગેની જાણકારી નીતિ આયોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આપી હતી. જેમાં પીએમ મોદીએ એ આ બેઠકમાં કહ્યું કે, ‘આપણે વિકાસની ગતિ વધારવી પડશે. જો કેન્દ્ર અને બધા રાજ્યો ટીમ ઈન્ડિયાની જેમ સાથે મળીને કામ કરે, તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી.’
We should focus on one goal, to make Bharat Viksit by 2047. We should have the aim of making each State Viksit, each city Viksit, each Nagar Palika Viksit and each village Viksit. If we work on these lines, we will not have to wait till 2047 to become Viksit Bharat: PM…
— NITI Aayog (@NITIAayog) May 24, 2025
વિકસિત ભારત એ દરેક ભારતીયનું લક્ષ્ય
પીએમ મોદીએ ભારતના વિકાસનું લક્ષ્ય હાંસલ કરવા બાબતે વાત કરતા કહ્યું કે, ‘વિકસિત ભારત એ દરેક ભારતીયનું લક્ષ્ય છે. જ્યારે દરેક રાજ્યનો વિકાસ થશે, ત્યારે ભારતનો વિકાસ થશે. આ તેના 140 કરોડ નાગરિકોની આકાંક્ષા છે. આ માટે દરેક રાજ્યએ ઓછામાં ઓછું એક પર્યટક સ્થળ વસાવવું જોઈએ, જેમાં વૈશ્વિક ધોરણો અનુસાર તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ હોય.’
આ અંગે વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘આપણે ‘એક રાજ્ય: એક વૈશ્વિક સ્થળ’ ના લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ. આનાથી નજીકના શહેરોના પ્રવાસન સ્થળો તરીકે વિકાસનો માર્ગ મોકળો થશે.’
આ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ગેરહાજર
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં કેરળના મુખ્યમંત્રી અને ડાબેરી નેતા પિનરાઈ વિજયને હાજરી આપી ન હતી. તેમજ પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ભાજપના સાથી પક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ બેઠકમાં ગેરહાજરી રહ્યા હતા.