click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજ INS અર્ણાલાનો આજે થશે સમાવેશ, વિશેષતાઓ ચોંકાવનારી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજ INS અર્ણાલાનો આજે થશે સમાવેશ, વિશેષતાઓ ચોંકાવનારી
Gujarat

ઈન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજ INS અર્ણાલાનો આજે થશે સમાવેશ, વિશેષતાઓ ચોંકાવનારી

Last updated: 2025/06/18 at 2:54 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતીય નૌકાદળમાં 18 જૂન 2025ના દિવસે પોતાના પહેલા એન્ટી સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) ‘અર્ણાલા’ સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહ વિશાખાપટ્ટનમ નૌસેના ડૉકયાર્ડમાં થયો હતો, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ રહ્યા હતા. આ યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે, જે ભારતની સમુદ્રી શક્તિમાં વધારો કરશે.

Contents
‘અર્ણાલા’ શું છે? અર્ણાલાની વિશેષતાઅર્ણાલા પ્રતીક અને ડિઝાઇનઐતિહાસિક પ્રેરણાઃ અર્ણાલા કિલ્લો

‘અર્ણાલા’ શું છે? 

‘અર્ણાલા’ ભારતીય નૌકાદળનું પહેલું એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ છે, જે ASW-SWC જહાજોની શ્રૃંખલાનો ભાગ છે. જેને કોલકાતાની ગાર્ડીન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) અને L&P શિપબિલ્ડર્સે મળીને બનાવ્યું છે.

  • લંબાઈઃ 77 મીટર
  • વજનઃ 1490 ટનથી વધુ
  • એન્જિનઃ ડીઝલ એન્જિન અને વૉટરજેટનું અનોખું મિશ્રણ, જે ભારતીય નૌસેનાનું સૌથી મોટું યુદ્ધ જહાજ બને છે. આ કૉર્વેટ શ્રેણીનું યુદ્ધ જહાજ છે. જે મહત્તમ 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે.
  • ડિલિવરીઃ 8 મે, 2025ના દિવસે નૌસેનાને સોંપવામાં આવ્યું.
  • સ્વદેશી સામગ્રીઃ 80%થી વધુ ભાગ ભારતમાં બન્યો છે.
  • આ જહાજ મહારાષ્ટ્રના વસઈ પાસે ઐતિહાસિક અર્ણાલા કિલ્લાના નામ પર છે, જે 1737માં મરાઠાએ બનાવ્યું હતું. જેમ એક કિલ્લો દુશ્મનોથી રક્ષા કરે છે, તેવી જ રીતે અર્ણાલા સમુદ્રમાં ભારતની રક્ષા કરશે.

#Arnala – India's first indigenously designed and built Anti Submarine Warfare Shallow Water Craft, is all set to be commissioned today, #18Jun 25.

We bring to you the Journey of Arnala

From Blueprint … to A Warship pic.twitter.com/gmIEtiQ0JV

— SpokespersonNavy (@indiannavy) June 18, 2025

અર્ણાલાની વિશેષતા

અર્ણાલાને દરિયાકાંઠાના વિસ્તારોમાં સબમરીનને જાણ કરવા અને તેની સાથે લડવા માટે બનાવવામાં  આવ્યું છે. તેની વિશેષતા નીચે મુજબ છે.

  • એન્ટી સબમરીન ઓપરેશનઃ સબમરીનની જાણ કરવી અને તેને ખતમ કરવાની ક્ષમતા
  • શોધ અને બચાવઃ સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તૈયાર
  • અદ્યતન સિસ્ટમઃ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), L&T, મહિન્દ્રા ડિફેન્સ અને MEIL જેવી ભારતીય કંપનીના હથિયાર અને સેન્સર
  • બખ્તરબંધ માળખું: મજબૂત હલેસા જે દરિયાના પડકારોનો સામનો કરી શકે છે.
  • હથિયારઃ અત્યાધુનિક તોપ અને સેન્સર, જે જૂના કિલ્લાની તોપ જેમ કામ કરે છે.

આ તોપની રેન્જ 3300 કિલોમીટર છે. જે યુદ્ધ જહાજ પર 7 અધિકારીઓ સહિત 57 નૌસિનેક તૈનાત કરી શકે છે. જેમાં ASW કૉમ્બેટ સુઇટ લાગેલું છે, જે દુશ્મનના હુમલાનો સામનો કરવા માટે હથિયાર તૈયાર કરશે અને તેના પર નજર રાખશે. આ જહાજ પર ચાર પ્રકારની મેનેજમેન્ટ સિસ્ટમ લાગેલી છે, જે યુદ્ધના સમયે યુદ્ધ જહાજની સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

#Arnala
India’s first ASW-SWC 🇮🇳
Equipped with cutting-edge capabilities.
Commissioning on 1️⃣8️⃣ Jun 25 at Naval Dockyard, #Visakhapatnam,
presided over by Chief of Defence Staff (CDS), General Anil Chauhan PVSM UYSM AVSM SM VSM. pic.twitter.com/4Wa2AwSUVH

— Defence PRO Visakhapatnam (@PRO_Vizag) June 17, 2025

આ યુદ્ધ જહાજ પર એક આરબીયુ-6000 એન્ટી સબમરીન રૉકેટ લોન્ચર લાગેલું હશે. જે 213 મિલિમીટરની એન્ટી-સબમરીન રૉકેટ સિસ્ટમ છે, જે દુશ્મનની સબમરીન પર તાબડતોડ રોકેટ ફાયરિંગ કરે છે. આ સિવાય તેના પર 6 હળવા વજનવાળા એએસડબ્લ્યુ ટૉરપીડો લગાવવામાં આવશે, આ સાથે જ એન્ટી-સબમરીન લેન્ડમાઇન પણ હશે.

અર્ણાલા પર 30 મિલિમીટરની એક CRN-91 નેવલ ગન હશે. આ એક ઓટોમેટિક ગન હોય છે, જે દર મિનિટે 550 ગોળીઓ ફાયર કરી શકે છે. જેથી દુશ્મનના જહાજને તોડી શકાય. તેની રેન્જ 4 કિલોમીટર છે. આ સિવાય 2 ઓએફટી 12.7 મિલિમીટર એમ2 સ્ટેબ્લાઇઝ્ડ રિમોટ કંટ્રોલ્ડ ગન લાગેલી હશે. આ ભારતીય નૌકાદળનું વોટર જેટ પ્રોપલ્શન પાવર્ડ સિસ્ટમ સાથેનું સૌથી મોટું યુદ્ધ જહાજ હશે.

અર્ણાલા પ્રતીક અને ડિઝાઇન

અર્ણાલાનું પ્રતીક ચિહ્ન ખૂબ જ ખાસ છે. જાણો પ્રતીક ચિહ્રનની ડિઝાઇન અને તેની વિશેષતા.

  • ડિઝાઇનઃ વાદળી રંગના બેકગ્રાઉન્ડ પર એક ઑગર શેલ, જે શક્તિ અને સટીકતાનું પ્રતીક છે. આ શેલ સમુદ્રના પડકારોમાં જીવિત રહેવાની શક્તિ આપે છે.
  • નામઃ નીચે દેવનાગરી લિપિમાં અર્ણાલા લખેલું છે.
  • નારોઃ ‘અર્ણવે શૌર્યમ્’ (સમુદ્રમાં શૌર્ય), જે જહાજનનું સાહસ અને શક્તિ દર્શાવે છે.

ઑગર શેલની જેમ અર્ણાલા પણ સમુદ્રમાં મજબૂત, સતર્ક અને દુશ્મનો પર સટીક હુમલો કરવામાં સક્ષમ છે.

ઐતિહાસિક પ્રેરણાઃ અર્ણાલા કિલ્લો

અર્ણાલા નામનું મહારાષ્ટ્રના અર્ણાલા કિલ્લા પરથી લેવામાં આવ્યું છે. આ કિલ્લો 1737માં મરાઠા નેતા ચિમાજી અપ્પાએ બનાવ્યો હતો.

  • સ્થાનઃ વસઇથી 13 કિમી ઉત્તરમાં, વૈતરણા નદીનાકાંઠે
  • હેતુઃ ઉત્તરી કોંકણ દરિયાકાંઠાની સુરક્ષા
  • મજબૂતીઃ કિલ્લાએ અનેક હુમલાનો સામમનો કર્યો

અર્ણાલા ભારતીય નૌકાદળનું પહેલું એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ છે, જે 18 જૂન 2025ના દિવસે વિશાખાપટ્ટનમમાં સામેલ થશે. 80% સ્વદેશી અને 55 MSMEsના યોગદાનથી બનેલું આ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે.

 

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર

PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત

સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઈલ

ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા

TAGGED: Anti-submarine warfare ship, Arnala, Arnala symbol, ASW-SWC ships, guajrti news, Indian Navy, oneindianews, topnews, અર્ણાલા, ભારતીય નૌકાદળ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
Next Article હવે ફ્રી થશે ટોલ! 200 ટ્રિપ ફ્રીમાં કરો, ફક્ત 3000 રૂપિયામાં બનશે FASTag પાસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર
Gujarat જૂન 18, 2025
PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત
Gujarat જૂન 18, 2025
સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
Gujarat જૂન 18, 2025
GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઈલ
Gujarat જૂન 18, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?