ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી 6E 2006 ફ્લાઈટનું આજે ગુરૂવારે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાન ટૅક ઑફ થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, ફ્લાઈટ સુરક્ષિતપણે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. વિમાનમાં 182 પેસેન્જર સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે.
IndiGo flight 6E 2006 operating from Delhi to Leh today, returned to origin due to a technical issue which caused operational restrictions to land in Leh. As per procedures, the pilot returned back to Delhi. The aircraft is undergoing necessary maintenance before resuming… pic.twitter.com/ecwTlYMn9f
— ANI (@ANI) June 19, 2025
ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ બાદ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એરક્રાફ્ટ ફરી સંચાલનમાં આવે તે પહેલાં જરૂરી સમારકામ થઈ રહ્યું છે. મુસાફરોને લેહ પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
17 જૂને એર ઈન્ડિયાની સાત ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઇટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. 17 જૂનના રોજ એર ઇન્ડિયાની કુલ સાત ફ્લાઇટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરુથી લંડન જતી ફ્લાઇટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઇટ્સમાં છ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel