શનિવારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે બસની સલામતી અને મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત BRTS બસમાં બુરખો પહેરેલી એક મહિલાએ બસ ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બસમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, 16 જાન્યુઆરીના રોજ બપોરે અંદાજે 1:30 વાગ્યે મહિલા મુસાફર બસમાં ચઢી હતી. તેણે ડ્રાઈવરને LB ટર્નિંગ પોઈન્ટ પર બસ રોકવા કહ્યું હતું. જોકે ડ્રાઈવરે ત્યાં કોઈ નિયત સ્ટોપ ન હોવાનું અને બસ ઝડપમાં હોવાનું કહીને બસ રોકવાનો ઈનકાર કર્યો હતો. આ વાતથી મહિલા ગુસ્સે ભરાઈ ગઈ અને ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.
गुजरात के सूरत में BRTS बस में बुर्का पहनी महिला यात्री ने ड्राइवर पर किया हमला!
बस अनऑथराइज्ड स्टॉप पर न रोकने पर महिला ने थप्पड़ मारे और मोबाइल से सिर पर वार किया, ड्राइवर घायल।
पूरी घटना CCTV में कैद, वीडियो सोशल मीडिया पर वायरल हो गया।
पुलिस ने मामला दर्ज कर जांच शुरू… pic.twitter.com/7Py8nwC0qU
— One India News (@oneindianewscom) January 19, 2026
બોલાચાલી બાદ મહિલા વધુ ઉશ્કેરાઈ ગઈ હતી. CCTV વીડિયોમાં જોવા મળે છે કે તેણીએ ડ્રાઈવરને કોલરથી પકડી લીધો અને વારંવાર થપ્પડ મારવા લાગી. એટલું જ નહીં, મહિલાએ પોતાનો મોબાઈલ ફોન ડ્રાઈવરના માથા પર પણ માર્યો હતો, જેના કારણે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો અને લોહી વહેવા લાગ્યું હતું. ઘટના સમયે બસમાં માત્ર ત્રણ મુસાફરો હાજર હતા, જે આ અચાનક હુમલાથી સ્તબ્ધ થઈ ગયા હતા.
ઘટના બાદ BRTS બસ ડ્રાઈવર ઇકબાલ શેખે વેસુ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે મહિલાએ 17 જાન્યુઆરીના રોજ પણ બસમાં તેના પર ફરીથી હુમલો કર્યો હતો. ઇકબાલ શેખના જણાવ્યા મુજબ, ઘટના સમયે તેઓ વેસુ વિસ્તારમાંથી રેલ્વે સ્ટેશન તરફ બસ ચલાવી રહ્યા હતા, ત્યારે મહિલા કોઈ કારણ વગર બસમાં ચઢી અને તેમની સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.
આ સમગ્ર ઘટના બસની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી મામલો વધુ ગંભીર બન્યો છે. વીડિયો વાયરલ થયા બાદ BRTS વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જાહેર પરિવહન વ્યવસ્થામાં ડ્રાઈવરો અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી રહી છે.

ઘટના બાદ ડ્રાઈવરે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ઓળખ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV વીડિયો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ જાહેર પરિવહન વ્યવસ્થામાં કર્મચારીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. BRTS વિભાગ અને પોલીસ દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel