કહેવાય છે કે જો મનમાં અતૂટ દેશભક્તિ અને કંઈક કરી છૂટવાની દ્રઢ ઇચ્છા હોય, તો નસીબ પણ રસ્તા ખોલી આપે છે. સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બન્યું છે. વર્ષોથી શહીદ જવાનોની વિગતો એકત્ર કરી રહેલા આ સામાન્ય માનવીની અસાધારણ અને નિઃસ્વાર્થ સેવાને ઓળખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના કાર્યક્રમ માટે ખાસ દિલ્હી આમંત્રણ પાઠવ્યું હતું. ખાસ વાત એ છે કે જ્યારે વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી તેમને ફોન આવ્યો ત્યારે તેમની બેંક ખાતામાં માત્ર 102 રૂપિયાનું બેલેન્સ હતું. દિલ્હીની મુસાફરી માટે પૈસા ન હોવા છતાં તેમની દેશભક્તિને ધ્યાનમાં રાખીને PMO દ્વારા જીતેન્દ્રસિંહ અને તેમના પત્ની માટે આવન-જાવનની ફ્લાઈટ ટિકિટો બુક કરાવવામાં આવી હતી. જીતેન્દ્રસિંહ અને તેમના પત્ની જીવનમાં પ્રથમ વખત વિમાનમાં બેસીને દિલ્હીમાં ગણતંત્ર દિવસના સાક્ષી બન્યા.
सूरत के साधारण सिक्योरिटी गार्ड जितेंद्र सिंह, जिनके पास 23,400 शहीद जवानों की तस्वीरों का अनमोल संग्रह है, ने देशभक्ति का नया आयाम दिया।
PMO द्वारा गणतंत्र दिवस 2026 के लिए दिल्ली आमंत्रित किए जाने पर उनकी सादगी भरी प्रतिक्रिया—"मेरी जेब में सिर्फ 102 रुपये हैं, मैं नहीं आ… pic.twitter.com/hNbC218OBq
— One India News (@oneindianewscom) January 27, 2026
26 જાન્યુઆરીના આમંત્રણ વિશે જીતેન્દ્રસિંહ રાઠોડે ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, “મારા માટે આ સૌથી મોટો સન્માન છે. મેં આખી જિંદગી સિક્યુરિટીની નોકરી કરી છે, ક્યારેય આટલી મોટી જગ્યાએ ગયો નથી. મારા ગામના અને પરિવારના ઘણા લોકો જવાન તરીકે પરેડમાં ભાગ લઈ ચૂક્યા છે, પરંતુ આજે હું મહેમાન તરીકે જઈ રહ્યો છું. મારી દેશભક્તિને દેશના સૌથી મોટા મંચ પર માન્યતા મળી છે.” તેમણે જણાવ્યું હતું કે PMOમાંથી ફોન આવ્યો ત્યારે તેમણે સાચી સ્થિતિ જણાવી હતી કે તેમના ખાતામાં માત્ર 102 રૂપિયા છે, જેથી મુસાફરી શક્ય નથી. ત્યારબાદ PMO દ્વારા તરત જ તેમની અને તેમના પત્નીની ફ્લાઈટ ટિકિટોની વ્યવસ્થા કરવામાં આવી.
જીતેન્દ્રસિંહ રાઠોડ છેલ્લા 26 વર્ષથી એક અનોખા મિશન પર કાર્યરત છે. પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ યુદ્ધ અને વર્ષ 2026 સુધીના 2 લાખથી વધુ શહીદ જવાનોની માહિતી અને ફોટા તેમણે જાતે એકત્ર કર્યા છે. આમાં પ્રથમ વિશ્વયુદ્ધના આશરે 76,000, બીજા વિશ્વયુદ્ધ (1939-45)ના 80,001 અને 1947 પછીના આઝાદ ભારતના આશરે 25,000 શહીદોની વિગતો સામેલ છે. BSF, CRPF, આસામ રાઈફલ્સ સહિત તમામ સશસ્ત્ર દળોના શહીદો તેમની યાદીમાં સમાવિષ્ટ છે. તેમના સંગ્રહમાં 24,300થી વધુ શહીદોના ફોટા અને 300 જેટલા શહીદ જવાનોની મૂર્તિઓ પણ છે. માત્ર માહિતી જ નહીં, પરંતુ તેમણે હજારો શહીદ પરિવારોને પોસ્ટકાર્ડ લખીને પોતાની સંવેદના પણ વ્યક્ત કરી છે. 15 પૈસાના પોસ્ટકાર્ડના જમાનાથી તેઓ આ સેવા કરતા આવ્યા છે.
જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાજસ્થાનના નાગોર જિલ્લાના સિપાહી અર્જુન રામ બસવાણા (4થી જાટ રેજીમેન્ટ), જે કેપ્ટન સૌરભકાલિયા સાથે શહીદ થયા હતા, તેમના પિતાના શબ્દો — “દીકરો ગયો તો શું થયું, વતન તો સલામત છે” —એ તેમના જીવનમાં રાષ્ટ્રભક્તિના બીજ રોપ્યા. ત્યારથી તેમણે સંકલ્પ લીધો કે શહીદ જવાનો ભૂલાશે નહીં. યુદ્ધના સમયમાં જ્યારે જવાન શહીદ થયા બાદ તેમનો પત્ર ઘરે પહોંચતો હતો, ત્યારે તેમણે વિચાર્યું કે એ છેલ્લો પત્ર ન રહે, અને ત્યારથી તેઓ શહીદ પરિવારોને સતત પત્રો લખતા રહ્યા છે.
જીતેન્દ્રસિંહ રાઠોડનો ઉદ્દેશ્ય માત્ર માહિતી એકત્ર કરવાનો નથી, પરંતુ તેઓ આ તમામ વિગતોને એક ભવ્ય ‘શહીદ સ્મારક હોલ’નું સ્વરૂપ આપવા માંગે છે, જે આવનારી પેઢીને સાચી રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપે. તેઓ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં આ શહીદ સ્મારક હોલ બનાવવાની પોતાની ઈચ્છા રજૂ કરશે. તેમનું સપનું છે કે આ હોલ દેશ માટે નવા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા મહાન દેશભક્તોને પ્રેરણા આપે.
જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ મહિના પહેલા ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમની સેવાની નોંધ લીધી હતી, ત્યારબાદ દેશભરમાં લોકો તેમને ઓળખવા લાગ્યા. તેમણે એક પ્રસંગ વર્ણવતાં જણાવ્યું કે તાજેતરમાં અડાજણ ચાર રસ્તા પાસે ભંગારની દુકાને શહીદોના ફોટા સાચવવા માટે લોખંડની પેટી લેવા ગયા હતા. ત્યાં દુકાનદારે તેમને ઓળખીને કહ્યું કે “મેં તમને મોબાઈલમાં જોયા હતા, પ્રધાનમંત્રી તમારી વાત કરી રહ્યા હતા.” જ્યારે દુકાનદારને ખબર પડી કે આ પેટી શહીદોના ફોટા માટે છે, ત્યારે તેમણે પૈસા લેવાનો ઇન્કાર કરીને પેટી મફતમાં આપી દીધી. આ ઘટના દેશભક્તિ માનવીને માનવી સાથે કેવી રીતે જોડે છે તેનું જીવંત ઉદાહરણ બની.
એક સામાન્ય સિક્યુરિટી ગાર્ડની અસાધારણ દેશભક્તિ આજે દેશના સૌથી મોટા મંચ સુધી પહોંચી છે. જીતેન્દ્રસિંહ રાઠોડની આ યાત્રા સાબિત કરે છે કે સાચી નિષ્ઠા અને સમર્પણ હોય તો કોઈપણ ઓળખ વિના પણ દેશના ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવી શકાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel