ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં ધર્મ સંસ્કૃતિની પ્રવૃત્તિથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો રાજીપો રહ્યો. જાળિયા ગામે મુલાકાત દરમિયાન અગ્રણીઓ સાથે તેઓએ સંવાદ કર્યો હતો.
કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાએ ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શિવકુંજ આશ્રમ જાળિયાની લીધેલ મુલાકાત દરમિયાન અહીંની ધર્મ સંસ્કૃતિ સાથેની સમાજિક પ્રવૃત્તિઓ અંગે વિગતો જાણી તેઓનો રાજીપો રહ્યો. તેઓએ વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં થતી આ ધર્મ સંસ્કૃતિની પ્રવૃત્તિ રાષ્ટ્ર અને સમાજ માટે અનિવાર્ય ગણાવી.
જાળિયા ગામે આશ્રમની મુલાકાત દરમિયાન નિમુબેન બાંભણિયાનું ભાવ અભિવાદન કરવામાં આવ્યું. આ વેળાએ સરપંચ જયાબેન રાઠોડ, નીતાબેન રાઠોડ, અરવિંદભાઈ રાઠોડ વગેરે સાથે આગેવાનો રાજુભાઈ ફાળકી, રોહિતભાઈ બગદરિયા, સિધ્ધરાજસિંહ ગોહિલ, મુકેશકુમાર પંડિત અને આજુબાજુના ગામના અગ્રણીઓ કાર્યકર્તાઓ પણ જોડાયાં હતાં.
અહીંયા અગ્રણીઓ સાથે તેઓએ સંવાદ કર્યો હતો અને ગ્રામવિકાસ માટે સૌને સાથે રહેવા અનુરોધ કર્યો. આશ્રમ પરિવારના નંદલાલ જાનીના આયોજન સાથે આ પ્રસંગે કાળુભાઈ માણિયા, અરજણભાઈ માણિયા, દેવશીભાઈ મેર, કાળુભાઈ સવાણી, વિઠ્ઠલભાઈ કોશિયા, બાબુભાઈ મામેરિયા વગેરે ઉપસ્થિતિ રહ્યાં હતાં.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel